New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/24133326/maxresdefault-333.jpg)
દેશ અને રાજ્યમાં વધતા જતા કોરોના કહેરના કારણે યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિર ત્રણ દિવસ માટે બંધ રાખવા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજયમાં કોરોના સંક્રમણનો ગ્રાફ દિનપ્રતિદિન વધતો જાય છે ત્યારે આગામી હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન વીરપુર ખાતેના જલારામ મંદિરમાં લોકોનો ઘસારો થવાની પણ સંભાવના જોવા મળતા સંચાલકો દ્વારા કોરોના ફેલાય નહિ તેની કાળજીને લઈને યાત્રાધામ વિરપુર જલારામ મંદિર તારીખ 27/3/21 થી તા. 30/3/21 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારોના સમયમાં વધુ લોકો તીર્થ સ્થાનો પર જતાં હોય છે જેના કારણે ભીડ થતી હોય છે અને કોરોનાનું સંક્રમણ વકરવાની દહેશતના પગલે સંચાલકો દ્વારા 3 દિવસ મંદિર બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Latest Stories