જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં પોલીસે આતંકીઓના 8 મદદગારોની ધરપકડ કરી હતી. જૈશ આતંકવાદી મોડ્યુલના આ કાર્યકરોએ 26 જૂને ડોડામાં માર્યા ગયેલા 3 જૈશ આતંકવાદીઓને મદદ કરી હતી.આ ઓવર ગ્રાઉન્ડ વર્કરોએ સરહદ પાર કરીને આતંકવાદીઓને ડોડાના જંગલો અને પહાડીઓ સુધી પહોંચવામાં મદદ કરી હતી.
જમ્મુ કશ્મીર: પોલીસે આતંકીઓને મદદ કરનાર 8 લોકોની કરાઇ ધરપકડ
દેશ|સમાચાર,જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં પોલીસે આતંકીઓના 8 મદદગારોની ધરપકડ કરી, જૈશ આતંકવાદી મોડ્યુલના આ કાર્યકરોએ 26 જૂને ડોડામાં માર્યા ગયેલા 3 જૈશ આતંકવાદીઓને મદદ કરી
આ ઉપરાંત તેમને ભોજન અને રહેવાની જગ્યા પણ આપવામાં આવી હતી.આતંકવાદી મોડ્યુલના આ કાર્યકરો પાકિસ્તાનમાં બેઠેલા જૈશના હેન્ડલર્સના સંપર્કમાં પણ હતા. 26 જૂનના એન્કાઉન્ટર બાદ કેન્દ્રીય એજન્સીઓએ પોલીસને આ મદદગારો ગંડોહમાં છુપાયા હોવાની માહિતી હતી.પોલીસે જણાવ્યું કે ઈનપુટ મળ્યા બાદ ગંડોહમાં 50થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. પુરાવા મળ્યા બાદ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓએ પૂછપરછ દરમિયાન આતંકવાદીઓને મદદ કરવાની કબૂલાત કરી હતી.
