/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/08101446/10.jpg)
“ મુદઈ લાખ બુરા ચાહે તો ક્યાં હોતા હે, વહી હોતા હે જો મંજૂરે ખુદા હોતા હે” આ કહેવત ને સાર્થક કરતાં જામનગર ના ધ્રોલ નજીકના 101 વર્ષ ના દાદીમા કોરોનાને હરાવી હેમખેમ ઘરે પરત ફર્યા છે દાદીમાનું મનોબળ, યોગ્ય સાવચેતી અને પરિવારની હુંફના લીધે દાદીમાએ કોરોનાને ભોંયભેગો કરી દીધો
જામનગર ના ધ્રોલ તાલુકાનાં હજામચોરા ગામના 101 વર્ષ ના દાદીમા એ મક્કમ મનોબળ પરિવારની હુંફ અને યોગ્ય સાવચેતી સાથે 15 દિવસ ઘરમાં જ કોરોન્ટાઈન રહી કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે શતાયુ વૃધ્ધાએ ઘેર રહી તબીબી માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી કોરોનાને હરાવી ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે હજારચોરા ગામે રહેતા મોતિબેન અવચરભાઈ બારૈયા તેના પુત્ર મનજીભાઇ અને પુત્રવધૂ સાથે રહે છે થોડા દિવસો પહેલા મોતિબેન પૌત્રના ઘરે રાજકોટ રોકાવા ગયા હતા ત્યારે પ્રથમ પૌત્ર કોરોનાની ઝપેટ માં આવ્યો હતો ત્યારબાદ દાદીમા મોતિબેનની તબિયત લથડી હતી. શરદી તાવ કફ અને નબળાઈના લક્ષણો જોવા મળ્યા હતા એમનું ઓકસીજન લેવલ 87 થી 88 જેટલું થયું હતું જેથી તેમને ધ્રોલ સારવાર અર્થે લઈ આવ્યા હતા જ્યાં ઓકસીજન ઓછું અને સીઆરપી કાઉન્ટ વધુ આવતા કોરોનાનું ઇન્ફેકશન હોવાનું નક્કી થયું હતું આથી પરિવારે સ્થાનિક ડોકટર ની ટ્રીટમેન્ટ અને સલાહ મુજબ હોમ કોરોન્ટાઈન કરવાનું નક્કી કર્યું હતું અને ભગવાન પરની અતૂટ શ્રધ્ધા ડોકટર ની સલાહ મુજબ સારવાર અને સાવચેતી લેવાથી આજે 101 વર્ષ ના દાદીમા મોતિબેન કોરોનાને હરવવામાં સફળ થયા છે અને લોકોને પણ કોરોનાથી ડરવાને બદલે ડોકટરની યોગ્ય સલાહ અને સાવચેતી દ્વારા તેનો સામનો કરવા અપીલ કરી હતી