જામનગરઃ રાવણના 30 ફૂટ પૂતળાનું કરાયું દહન, સાંસદ રહ્યા ઉપસ્થિત

New Update
જામનગરઃ રાવણના 30 ફૂટ પૂતળાનું કરાયું દહન, સાંસદ રહ્યા ઉપસ્થિત

સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષ યોજાય છે સામૂહિક રાવણ દહનનો કાર્યક્રમ

જામનગર સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષ યોજાતા સામૂહિક રાવણ દહનનો કાર્યક્રમ આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયો હતો. જેમાં સાંસદ પૂનમબેન માડમ સહિત હજારો શહેરીજનો હાજર રહ્યા હતા અને રાવણ દહન નિહાળ્યું હતું.

છેલ્લાં ૨૫ કરતા વધુ વર્ષથી જામનગરમાં સિંધી સમાજ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. શહેરમાં રામાયણના પાત્રો સાથે ની વિશાળ શોભાયાત્રા પસાર થાય છે. જે રાવણ દહન ની જગ્યાએ રાવણ કુંભકર્ણ અને મેઘનાદના 30 ફૂટ મોટા પૂતળા બનાવવામાં આવ્યું હોય છે. જેને રામ દ્વારા દહન કરવામાં આવે છે.

પ્રાચીન પરંપરા અનુસાર અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી જામનગર માં આ તહેવાર માં હજારોની સંખ્યા માં શહેરીજનો ની હાજરીમાં સાંસદ પૂનમબેન માડમ કલેક્ટર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ તેમજ અન્ય આગેવાનોની હાજરીમાં સંપન્ન થયો હતો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા છે.

Latest Stories