જામનગર : સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના પરિજનો માટે તપોવન ફાઉન્ડેશન દ્વારા કરાઇ સેવાના મહાયજ્ઞની શરૂઆત

New Update
જામનગર : સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના પરિજનો માટે તપોવન ફાઉન્ડેશન દ્વારા કરાઇ સેવાના મહાયજ્ઞની શરૂઆત

જામનગરમાં કોરોના પોઝિટિવનો આંકડો દિવસેને દિવસે વધતો જાય છે. કોરોના દર્દીઓને તો હોસ્પિટલમાં રહેવા જમવાની વ્યવસ્થા મળે છે, પરંતુ દર્દીઓના પરિવારજનોને હોસ્પિટલ બહાર જમવાની સગવડતા મળે તે માટે જામનગરની અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓએ આગળ આવી સેવાના મહાયજ્ઞની શરૂઆત કરી છે.

publive-image

છોટીકાશી જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂગોવિંદસિંઘ સિવિલ કોવિડ હોસ્પિટલમાં દરરોજના મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર ભરમાંથી કોરોનાના દર્દીઓ સારવાર માટે આવે છે, ત્યારે દર્દીઓને તો હોસ્પિટલમાં રહેવા જમવાની પૂરતી સગવડતાઓ મળી રહે છે, જ્યારે દર્દીઓના સગાઓને હોસ્પિટલ બહાર પોતાના સ્વજનો માટે રોકાવું પડતું હોય, ત્યારે બહારગામથી આવતા પરિવારજનોને જમવાની મુશ્કેલી ન પડે તે માટે જામનગરની તપોવન ફાઉન્ડેશન દ્વારા આવા પરિવારજનો માટે ની:શુલ્ક 2 ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉપરાંત જ્યાં સુધી કોરોના પરિસ્થિતી રહેશે ત્યાં સુધી આ સેવાયજ્ઞ સંસ્થા દ્વારા યથાવત રાખવામાં આવશે. તપોવન ફાઉન્ડેશનના ટ્રસ્ટી રાજન જાની અને પૂર્વ રાજ્યમંત્રી વસુ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તપોવન ફાઉન્ડેશન દ્વારા દરેક જ્ઞાતિજનો માટે જમવાની સગવડતા પૂરી પાડવામાં આવી છે, ત્યારે લોકોને જમવાનું મેળવવા માટે પણ ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Latest Stories