જામનગરમાં ચોમાસામાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠે છે. આ સમસ્યાનો હલ લાવવા માટે મહાનગરપાલિકા વોટર હાર્વેસ્ટીંગ યોજના અમલમાં મુકવા માટે જઇ રહી છે.
જામનગરમાં ચોમાસામાં ઘણા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાવાની સમસ્યા હવે દૂર થશે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર થાય તે માટે વોટર હાર્વેસ્ટિંગ યોજના માટે 40 કરોડ રૂપિયાની માંગણી સ્ટેન્ડીંગ કમિટીએ કરી છે.આ યોજના અન્વયે જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલા કૂવા બનાવવામાં આવશે. જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હશે ત્યાં ભરાયેલા પાણીને પાઇપલાઇનની મદદથી કુવામાં ઠાલવાવામાં આવશે. પ્રારંભિક તબકકે આગામી એક થી દોઢ મહિનાની અંદર પંચવટી વિસ્તારમાં એક વોટર હાર્વેસ્ટિંગ કૂવો બનાવવાની કામગીરી ની શરૂઆત કરવામાં આવશે. જેના લીધે સ્વસ્તિક સોસાયટી, પંચવટી, શરૂસેકસન રોડ, ડિકેવી અને કમિશનર બંગ્લા સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો અટકાવી શકાશે.