જામનગર : આકાશમાં મેઘધનુષી દ્રશ્યો સર્જાતા, લોકોએ કુદરતની કળાને મન મૂકીને માણી

New Update
જામનગર : આકાશમાં મેઘધનુષી દ્રશ્યો સર્જાતા, લોકોએ કુદરતની કળાને મન મૂકીને માણી

એક તરફ કોરોનાના કારણે લોકો રોમાંચ શું તે ભૂલી ચુકિયા છે, ત્યારે જામનગરમાં કુદરતે લોકોને થોડી કલાકો માટે રોમાંચિત કરી મુકિયા હતા. જામનગર શહેરમાં દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યું હતું, અને વાદળોના આંટાફેરા જોવા મળતા હતા. જ્યારે સૂર્ય દેવતા ક્યારેક દ્રશ્યમાન તો ક્યારેક અલિપ્ત થઇ રહ્યા હતા. દરમિયાન ગત સાંજના અરસામાં જામનગરના આકાશમાં અર્ધવર્તુળાકારે મેઘધનુષનો નજારો જોવા મળ્યો હતો, અને આકાશમાં સુંદર રંગોળી રચાય હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા.

publive-image

થોડી મિનિટ સુધી મેઘધનુષ દ્રશ્યમાન થતા શહેરીજનો કુતૂહલવશ રોમાંચિત બની આકાશી નજરાનો આનંદ માંડતા નજરે પડ્યા હતા. જોકે થોડીવાર પછી વધુ વાદળોના ગંજ આવી જતા મેઘધનુષ અલિપ્ત થયું હતું.

publive-image

Latest Stories