જામનગર : ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેન્કની ચૂંટણી માટે 7 ઉમેદવારી પત્ર ભરાયા, છેલ્લી તારીખે બીજા ફોર્મ ભરાય તેવી શક્યતા

જામનગર : ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેન્કની ચૂંટણી માટે 7 ઉમેદવારી પત્ર ભરાયા, છેલ્લી તારીખે બીજા ફોર્મ ભરાય તેવી શક્યતા
New Update

જામનગર શહેર ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેન્કની જાહેર થયેલી ચૂંટણીમાં 7 ઉમેદાવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે હજુ બીજા ફોર્મ ભરાશે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

જામનગર ડિસ્ટ્રીકટ કો. ઓપરેટિવ બેન્કની જાહેર થયેલી ચૂંટણીમાં 7 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જોકે બેન્કના પૂર્વ ચેરમેન અશોકભાઇ લાલ અને મેરગ ચાવડા દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યા છે, જ્યારે હજુ વધુ પ્રતિસ્પર્ધીઓ પણ આ ચૂંટણીના જંગમાં ઝંપલાવવામાં આવનાર છે. જેના પગલે બેન્કની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જોવા મળશે. બેન્કના તમામ 14 વિભાગો માટે આગામી તા. 19 સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. જેથી ચૂંટણી જંગમાં વધુ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે હરીફાઈ રહેવા પામશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

#Connect Gujarat #Jamnagar Collector
Here are a few more articles:
Read the Next Article