જામનગર : જી.જી.હોસ્પિટલમાં છેલ્લા ઘણાં સમયથી MRI મશીન બંધ હાલતમાં, વાંચો કોંગ્રેસના ધારાસભ્યએ શું કહ્યું..!

New Update
જામનગર : જી.જી.હોસ્પિટલમાં છેલ્લા ઘણાં સમયથી MRI મશીન બંધ હાલતમાં, વાંચો કોંગ્રેસના ધારાસભ્યએ શું કહ્યું..!

જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણાં સમયથી MRI મશીન બંધ હાલતમાં હતું. જે અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા પત્રકાર પરિષદ યોજી પત્રકારોને MRI માશીન અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, જામનગરની સિવિલ હોસ્પિટલમાં આગામી 2 મહિનામાં MRI મશીનની કામગીરી પુન: શરૂ કરવામાં આવશે.

જામનગર અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલમાં MRI મશીન છેલ્લા ઘણા સમયથી બંધ રહેતા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા તંત્રમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. સાથે જ તેમણે આ અંગે કલેક્ટરથી લઇને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો કરી હતી. તેમ છતાં કોઇ ઉકેલ ન આવતા MRI મશીન ચાલુ ન થાય તો તેઓએ ઉપવાસ આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. જોકે, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલ માટે નવા MRI મશીન ખરીદવાનો નિર્ણય કરી આ માટે ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું હોવાનું ધારાસભ્ય વિક્રમ માડમે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

publive-image

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં MRIમશીન બંધ હાલતમાં છે. હાલમાં મ્યુકોરમાઇકોસિસની બિમારી પણ ચાલી રહી છે. જેની સારવાર માટે MRI મશીન પણ ખૂબ જ જરૂરી બન્યું છે, ત્યારે હવે અનેક વખતની રજૂઆતો બાદ આગામી 2 મહિનામાં MRI મશીનની કામગીરી પુન: શરૂ કરવામાં આવશે તેવી ધારાસભ્યએ પત્રકારોને માહિતી આપી હતી. પત્રકાર પરિષદ દરમ્યાન જામ્યુકોના વિપક્ષી નેતા અલ્તાફ ખફી તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories