સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં અજમાનું પીઠા તરીકે જાણીતા જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં અજમાની 10 હજારથી વધુ ગુણીઓની આવક થઈ છે. જેની હરરાજીમાં ખેડૂતોને 2થી 3 હજાર જેટલો ઉંચો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 10 હજાર ગુણી અજમાની આવક થતાં યાર્ડ ઉભરાઇ ગયું હતું. જેના કારણે નવી આવક બંધ કરવાની ફરજ પડી હતી. હાપા માર્કેટ યાર્ડમાં અજમાની આવક ખોલવામાં આવી હતી. જે દરમ્યાન 5 કલાકમાં યાર્ડમાં 10,000 જેટલી અજમાની ગુણીની આવક થઈ હતી. જેમાં 3500 ગુણીની હરરાજી કરવામાં આવી હતી. જેનો રૂપિયા 2100થી 3000 જેટલો ભાવ ખેડૂતોને મળતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. જોકે, હવે આ અજમાની હરાજીમાં વેચાણ થયે અને જથ્થો ખાલી થયા પછી નવા જથ્થા માટે આવક શરૂ કરવાં આવશે.