જામનગર : કે.ડી.શેઠ જૈન ઉપાશ્રય ખાતે યોજાયો ત્રિદિવસીય કોરોના વેક્સિનેશન કેમ્પ, સ્થાનિકોએ મુકાવી કોરોનાની રસી

New Update
જામનગર : કે.ડી.શેઠ જૈન ઉપાશ્રય ખાતે યોજાયો ત્રિદિવસીય કોરોના વેક્સિનેશન કેમ્પ, સ્થાનિકોએ મુકાવી કોરોનાની રસી

ગુજરાત સરકાર દ્વારા આયોજિત કોરોના વેક્સિન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા અને ગોમતીપુર સ્વસ્થ્ય કેન્દ્ર દ્વારા જામનગરના જૈન ઉપાશ્રય ખાતે ત્રિદિવસીય કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના રહેવાસીઓએ પોતાના સારા સ્વસ્થ્ય માટે કોરોના રસી મુકાવી હતી.

ગુજરાત સરકાર દ્વારા કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકા, ગોમતીપુર સ્વાસ્થ્ય કેન્દ્ર અને કે.ડી.શેઠ ઉપાશ્રયના સંયુક્ત ઉપક્રમે શહેરની સ્વસ્તિક સોસાયટી નજીક આવેલ કે.ડી.શેઠ જૈન ઉપાશ્રય ખાતે ત્રિદિવસીય કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવાં આવ્યું હતું.

આ વેક્સિનેશન કેમ્પના સતત ત્રણ દિવસના આયોજનમાં 500થી વધુ લોકોએ વેક્સિન મુકાવી હતી. ઉપરાંત જામનગરમાં વસતા જૈન સાધુ અને સાધ્વીઓને જે તે સ્થળ ઉપર જ વેક્સિનેશન મળી રહે તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૈન સાધુઓના આધારકાર્ડ કે પાનકાર્ડ વિના જે સંસ્થામાં તેઓ વસતા હોય ત્યાના ભલામણ પત્રમાં આધારે સાધુ અને સાધ્વીઓને વેક્સિનેશન આપવામાં આવી હતી. સમગ્ર વેક્સિનેશન કાર્યક્રમ દરમ્યાન સાંસદ સભ્ય પૂનમ માડમ, મેયર બિના કોઠારી, કોર્પોરેટર કિશન માડમ સહિત જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.