જામનગર : લાયન્સ ક્લબ દ્વારા ઓક્સિજન બેન્કની શરૂઆત કરાઇ, કોરોના દર્દીઓએ ઓક્સિજન બેન્ક લાભ લીધો

New Update
જામનગર : લાયન્સ ક્લબ દ્વારા ઓક્સિજન બેન્કની શરૂઆત કરાઇ, કોરોના દર્દીઓએ ઓક્સિજન બેન્ક લાભ લીધો

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જામનગર શહેર લાયન્સ ક્લબ ઈસ્ટ દ્વારા ઓક્સિજન બેન્કની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે મોટી સંખ્યામાં કોરોના દર્દીઓએ આ ઓક્સિજન બેન્ક લાભ લીધો હતો.

લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટ દ્વારા જામનગર શહેરમાં ઓક્સિજન બેન્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઓક્સિજન બેન્કમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ 3232–Jના ઈલેકટેડ પહેલા વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર એમ.જે.એફ. એસ.કે.ગર્ગ તરફથી 5 ઓક્સિજન મશીન, 10 ઓક્સિજનના સિલિન્ડર, ક્લબના દૃતીય વાઇસ પ્રેસિડેંટ અજય અગ્રવાલ દ્વારા ઓક્સિજન મશીન માટે પણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ક્લબના મેમ્બરો દ્વારા 2 ઓક્સિજન મશીન લાયન્સ ઓક્સિજન બેન્કમાં વસાવવામાં આવ્યા છે, ત્યારે શહેરના જરૂરિયાતમંદ વ્યક્તિઓએ ક્લબના નિયમોને અનુસરીને આ તમામ સહાય મેળવવા જામનગર લાયન્સ ક્લબના સભ્યોનો સંપર્ક કરવાનો રહેશે.

Latest Stories