કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જામનગર શહેર લાયન્સ ક્લબ ઈસ્ટ દ્વારા ઓક્સિજન બેન્કની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે મોટી સંખ્યામાં કોરોના દર્દીઓએ આ ઓક્સિજન બેન્ક લાભ લીધો હતો.
લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટ દ્વારા જામનગર શહેરમાં ઓક્સિજન બેન્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઓક્સિજન બેન્કમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ 3232–Jના ઈલેકટેડ પહેલા વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર એમ.જે.એફ. એસ.કે.ગર્ગ તરફથી 5 ઓક્સિજન મશીન, 10 ઓક્સિજનના સિલિન્ડર, ક્લબના દૃતીય વાઇસ પ્રેસિડેંટ અજય અગ્રવાલ દ્વારા ઓક્સિજન મશીન માટે પણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ક્લબના મેમ્બરો દ્વારા 2 ઓક્સિજન મશીન લાયન્સ ઓક્સિજન બેન્કમાં વસાવવામાં આવ્યા છે, ત્યારે શહેરના જરૂરિયાતમંદ વ્યક્તિઓએ ક્લબના નિયમોને અનુસરીને આ તમામ સહાય મેળવવા જામનગર લાયન્સ ક્લબના સભ્યોનો સંપર્ક કરવાનો રહેશે.