જામનગર : 300 કિલોથી વધુ પોલિથિન કરાયું એકઠું, બાલાચડી સૈનિક સ્કૂલ દ્વારા હાથ ધરાયું સફાઈ અભિયાન

New Update
જામનગર : 300 કિલોથી વધુ પોલિથિન કરાયું એકઠું, બાલાચડી સૈનિક સ્કૂલ દ્વારા હાથ ધરાયું સફાઈ અભિયાન

તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા “આર્મ ફોર્મસિસ-ડે” નિમિત્તે સ્વચ્છ ભારત મિશનને સમર્થન આપવા માટે વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા બાલાચડી ગામના દરિયા કિનારે 3.2 કિ.મીના અંતરે પ્લોગિંગ કરવામાં આવ્યું હતું.

સૈનિક સ્કૂલ, બાલાચડીના આચાર્ય ગૃપ કેપ્ટન રવીન્દર સિંહે પ્લોગિંગ ટીમને લીલી ઝંડી આપી હતી. આ પ્લોગિંગમાં સ્કૂલના 500 વિદ્યાર્થીઓ સહિત 60 સ્ટાફ અને પરિવારજનો સહભાગી થયા હતા. જેમાં દરિયા કિનારેના ભાગમાંથી 300 કિલોથી પણ વધારે પોલિથિન એકઠી કરી હતી.

વિદ્યાર્થીઓ આ ઉમદાકાર્યમાં સ્વૈચ્છિકરૂપે ભાગીદાર બની આસપાસની જગ્યાને સાફ કરી હતી. આ કાર્યનો મુખ્ય હેતુ સ્કૂલ કેમ્પસની આસપાસની જગ્યાને સ્વચ્છ બનાવવાનો હતો. સ્કૂલ પ્રશાસનના આ ઉમદા કાર્યની સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ પ્રશંસા કરી હતી.

Latest Stories