/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/13130224/maxresdefault-145.jpg)
જામનગર જીલ્લા પોલીસવડા કચેરીએ બેડ ગામના એક વૃદ્ધના નામે પત્ર પહોચ્યો હતો. આ પત્ર વાંચી પોલીસ પણ ઘડી બે ઘડી તો વિચારતી થઇ ગઈ. કારણ કે, વૃધ્ધ દંપતિએ ગુજરાન ચલાવવા માટે અસમર્થ હોવાથી દારૂ વેચવા માટેની પરવાનગી માંગી છે. જાણો શું છે આખી ઘટના આ અહેવાલમાં.
જિલ્લાના પોલીસવડાઓને દરરોજ મોટી સંખ્યામાં અરજીઓ તથા પત્રો મળતાં હોય છે પણ જામનગર એસપીને મળેલાં એક પત્રએ પોલીસ વિભાગમાં હડકંપ મચાવી દીધો છે. ૨૪મી ઓક્ટોબરના રોજ જામનગરના ડીએસપી કચેરીમાં કુરિયર કંપનીનો કર્મચારી
પત્ર લઇ પહોચે છે. મોતીભાઈના નામે આવેલ પત્ર ખોલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જામનગર તાલુકાના બેડ ગામના મોતી પરમારના નામે લખાયેલ પત્રની વિગત મુજબ, અરજદારે પોતાની ઉમર ૭૬ વર્ષની દર્શાવી છે. પોતે ટીબી સહિતની બીમારીઓથી પીડાતા તેમજ તેમની પત્ની સુરદાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે. બંને કોઈ ધંધો કરવા અસમર્થ છે તથા ઘરમાં કોઇ કમાઇ શકે તેવો સભ્ય નથી. દારૂણ ગરીબીમાં
જીવતા હોવાથી તેમણે દારૂ વેચવા માટે પરવાનગી આપવામાં આવે તેમ પત્રમાં જણાવ્યું છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે ત્યારે વૃધ્ધે પોતાની મજબુરીમાં દારૂ વેચવાની પરવાનગી માંગતા પોલીસ પણ અસમંજસની સ્થિતિમાં મુકાઇ ગઇ છે. કાનૂની રાહે પોલીસ દારૂ વેચાવાની
રજા આપી ન શકે. પણ આ સમાજના લોકો માટે પણ અભ્યાસ માંગી લેતો મુદ્દો છે. સમાજમાં ગરીબાઈ કેટલી હદે વ્યાપ્ત છે, તેનો આ પત્ર જીવતો જાગતો નમૂનો છે.