જામનગર : રામદુત હનુમાન મંદિરખાતે માગશર માસ નિમિત્તે ચાંદીની ગદા અર્પણ કરાય

જામનગર : રામદુત હનુમાન મંદિરખાતે માગશર માસ નિમિત્તે ચાંદીની ગદા અર્પણ કરાય
New Update

આધ્યાત્મિક રીતે માગશર મહિનાનો ખાસ મહત્વ રહેલું છે તેમાં પણ માગશર મહિનો મહા પરાક્રમી અને મહાબલી ભગવાન હનુમાનજીનો મહિનો માનવામાં આવે છે ત્યારે જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલ રામદુત હનુમાન મંદિરે ચૌહાણ પરિવારના ઉપક્રમે હનુમાનદાદાને ચાંદીની ગદા અર્પણ કરવામાં આવી હતી.

publive-image

 પવિત્ર માગશર માસમાં મહા પરાક્રમી ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી દાદાને રજતજડિત ચાંદીની ગદા અર્પણ કરવામાં આવી હતી ચૌહાણ પરિવારને ભગવાન હનુમાનજી પર ખૂબ શ્રધ્ધા હોવાથી અંદાજે 1 લાખ 20 હજારની કિંમતની ચાંદીની ગદા હનુમાનજીના ચરણો માં અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત માગશર મહિના નિમિતે હનુમાનજીને અન્નકુટ અર્પણ કરવાની સાથે 108 દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવીડ 19ની ગાઇડલાઇનનું પાલન કરી શ્રધ્ધાળુઓએ ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લીધો હતો. 

#Jamnagar #jamnagar news #Jamnagar Police #Jamnagar Collector #Jamnagar HanumanJi Temple #Ramdut Hanuman Temple #Silver mace
Here are a few more articles:
Read the Next Article