જામનગર : તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાદ્ય સામગ્રીની સહાય કરાઇ

New Update
જામનગર : તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાદ્ય સામગ્રીની સહાય કરાઇ

કોરોના અને તૌકતે વાવાઝોડાના પગલે જામનગર શહેરમાંથી અસરગ્રસ્તો સુધી અનેક સામાજિક સેવાકીય સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય સહાય પહોચાડવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં કોરોના બાદ તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે અને રાજ્યના અનેક જિલ્લા અને તાલુકા ગામો વાવાઝોડાથી અસરગ્રસ્ત થયા છે, ત્યારે જામનગરની આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરથી ફૂડ કીટ, સૂકો નાસ્તો અને પાણીની બોટલો જેવી ખાદ્ય સામગ્રી અસરગ્રસ્તો સુધી પહોચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જામનગરના આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના ઉના અને ગિર ગઢડા સહિત આસપાસના વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો સુધી જામનગરથી ડુંગળી-બટાટાની બકાલાની 500થી વધુ કીટ સહિત ખાદ્ય સામગ્રી પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Latest Stories