જામનગર મહિલા બેન્ક દ્વારા શહેરના રણજીતનગર વિસ્તારમાં સાંસદ સભ્ય પૂનમ માડમના હસ્તે નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ મહિલાઓના વિકાસ અર્થે મહિલાઓના બેન્ક ખાતા ખોલવામાં આવશે અને સરકારી યોજનાઓ અંગે માહિતી અને લાભ આપવામાં આવશે.
જામનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી મહિલાઓ માટેની બેન્ક કાર્યરત છે. અંબર સિનેમા નજીક અને દરબારગઢ ખાતે 2 શાખા ઘણા સમયથી કાર્યરત છે, ત્યારે મહિલા બેન્કના ચેરપર્સન શેતલ શેઠ દ્વારા વધુ એક શાખા જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે. નિર્માણ પામેલ નવી શાખાનું સાંસદ સભ્ય પૂનમ માડમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મહિલા બેન્ક ખાતે ખાસ મહિલાઓ માટે બેન્ક ખાતા ખોલવામાં આવશે તેમજ તમામ બેંકિંગ ફેસેલિટી, ગુજરાત ગેસ કનેકશન, સોનાનું ધિરાણ સહિત તમામ પ્રકારના ખાતાઓની સુવિધાઓ ઉપરાંત મહિલાઓ માટે સરકારી યોજનાઓ અંગે માહિતી અને લાભ આપવામાં આવશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170