/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/43078620_1029793097182160_2216690689423441920_n.jpg)
આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી 183 વિદ્યાર્થીનીઓને માહિતી પુરી પાડવામાં આવી
ઝઘડિયા તાલુકા પોલીસ મથક દ્વારા વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની માહિતી પુરી પાડવા શાળાઓની મુલાકાત કરવામાં આવે છે. જે અંતર્ગત ગતરોજ આદર્શનિવાસી શાળાની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં આગામી સમયમાં આવી રહેલા નવરાત્રિનાં તહેવાર દરમિયાન શું કાળજી રાખવી તે બાબતે પ્રશિક્ષણ પુરૂં પાડવામાં આવ્યું હતું.
ઝગડિયાનાં પોલીસ ઈન્સ્પેક્ટર મિની જોસેફ, પો.કો. પીનેશકુમાર જેઠાલાલ અને વુ.પો.કો. સજનાબેન રાજેન્દ્ર દ્વારા ઝગડિયા ખાતે આવેલી આદર્શ નિવાસી કન્યા શાળાની મુલાકાત લીધી હતી. જેમાં ઝગડિયાનાં પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા શાળામાં અભ્યાસ કરતી 183 વિદ્યાર્થીનીઓને યુવા અવસ્થા અને સેલ્ફ ડિફેન્સ બાબતેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. વધુમાં આગામી સમયમાં આવી રહેલા નવરાત્રીના તહેવાર બાબતે ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓએ કઈ કઈ તકેદારી રાખવી. આકસ્મિક સમયમાં કઈ કાર્યવાહી કરવી. તેવી તમામ બાબતોથી માહિતગાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન વિધાર્થિનીઓએ પોતાને મુંઝવતા પ્રશ્નો પોલિસ ઇન્સ્પોક્ટને કર્યા હતા. જેનાં પણ સરળ રીતે જવાબ આપી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.