Connect Gujarat
ગુજરાત

ઝારખંડ : મતદાન દરમિયાન નક્સલી  હુમલો, 13 બેઠકો પર 189 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

ઝારખંડ : મતદાન દરમિયાન નક્સલી  હુમલો, 13 બેઠકો પર 189 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
X

ઝારખંડ

વિધાનસભા ચૂંટણીની 13 વિધાનસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયાનો આજે સવારથી પ્રારંભ

થયો હતો. ધીમી ગતિ થી શરૂ થયેલા મતદાને દિવસ વધતાં રફતાર પકડી હતી. ખાસ કરીને

યુવાનોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઝારખંડ

વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજે બપોરે

3 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી પંચે પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત વિસ્તારોને

કારણે મતદાનનો સમય બપોરે 3 વાગ્યા સુધી રાખવાનો નિર્ણય લીધો છે. અહીં, 37,83,૦55. મતદારો નક્સલ પ્રભાવિત

જિલ્લાઓની ૧3 વિધાનસભા બેઠકો પર 189 ઉમેદવારોના ભાવિનો નિર્ણય લેશે. ત્યારે ભવનાથપુર બેઠક પરથી મહત્તમ 28 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

ગૃહમંત્રી

અમિત શાહે ઝારખંડની જનતાને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. અમિત શાહે

ટ્વીટ કર્યું છે કે ઝારખંડને ભ્રષ્ટાચાર અને નક્સલવાદથી મુક્ત રાખવા અને અહીં

વિકાસની ગતિ જાળવવા માટે સ્થિર, નિર્ણાયક અને સંપૂર્ણ બહુમતીવાળી સરકાર જરૂરી છે. હું પ્રથમ તબક્કાના તમામ

મતદારોને અપીલ કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને ઝારખંડને વિકાસના

માર્ગે આગળ વધારવામાં યોગદાન

આપે.

મતદાન

વચ્ચે ગુમલા જિલ્લાના વિષ્ણુપુર વિધાનસભા મત વિસ્તારમાં નક્સલવાદીઓએ હુમલો કરી પુલ ઉડાવી દીધો છે. વિષ્ણુપુર વિધાનસભા મત વિસ્તારમાં આજે મતદાન ચાલી

રહ્યું છે. જો કે, આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થઈ નથી. ગુમલાના ડેપ્યુટી કમિશનર શશી રંઝને

જણાવ્યું હતું કે હુમલાને કારણે મતદાન પર કોઈ અસર થઈ નથી. પોલીસે આ વિસ્તારમાં

કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે.

ઝારખંડની

13 બેઠકોના મતદાન આજે સવારે 7 વાગ્યાથી ચાલુ છે. જોકે સવારે મતદાન મથકો પર ઓછી ભીડ

હતી, પરંતુ જેમ જેમ દિવસ વધતો ગયો તેમ તેમ લોકો મતદાન મથકો પર પહોંચતા થયા છે, યુવાનોમાં મતદાનને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Next Story