રંગ રસિયાને સંગ 'જીગલી-ખજૂરની સેલ્ફી', ગરબા ગ્રાઉન્ડમાં થયા Live

New Update
રંગ રસિયાને સંગ 'જીગલી-ખજૂરની સેલ્ફી', ગરબા ગ્રાઉન્ડમાં થયા Live

યુટ્યુબમાં ગુજરાતીઓને મઝા કરાવી રહેલા જીગલી-ખજૂરની ટીમ અંકલેશ્વરની મહેમાન બની

અંકલેશ્વરમાં પ્રથમ વખત ગરબાનું આયોજન કરી રહેલા રંગ રસિયા ગૃપ દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે સેલિબ્રિટીને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં યુટ્યુબમાં ગુજરાતીઓને મઝા કરાવી રહેલા જીગલી-ખજૂરની ટીમ અંકલેશ્વરની મહેમાન બની હતી.

અંકલેશ્વર રંગ રસિયા ગૃપ આયોજીત ગરબામાં જીગલી - ખજૂરની ટીમ આવી પહોંચતાં તેમને સૌએ વધાવી લીધા હતા. અને ખજૂરની ટીમે લાઈવ પર્ફોર્મન્સ આપી લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. સાથે જીગલી - ખજૂરે સ્ટેજ ઉપરથી સેલ્ફી લેતાં તેની ફ્રેમમાં આવવા સૌ કોઈ ખેલૈયાઓ પણ જાણે તલ પાપડ થયા હતા.

Latest Stories