/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/24122525/WhatsApp-Image-2019-11-24-at-12.23.01-PM.jpeg)
નર્મદા જિલ્લાના અમુક ગામોમાં વારંવાર દીપડા લટાર મારતા નજરે પડે છે અને
કેટલાક દીપડા ક્યારેક ખુંખાર બનતા જીવલેણ હુમલો પણ કરતા હોય છે. નાંદોદ તાલુકાના
જિયોરપાટી ગામે નર્મદા કિનારે આવેલ લક્ષમણ ભાઈ વસાવાના ખેતરમાં એક દિપડો મૃત
હાલતમાં પડેલો જણાતા તેમણે વન વિભાગને જાણ કરી હતી.બાદ આરએફઓ અનિરુદ્ધસિંહ ગોહિલ
તેમની ટિમ અને ડોક્ટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આમ તો જીયોરપાટી ગામ નજીક અવાર નવાર દીપડાના સમૂહ દેખાતા હોઈ જ છે.જેમાં વન
વિભાગ દ્વારા દીપડો પકડવા પાંજરા પણ મુકવામાં આવે છે. પરંતુ હાલ આ દિપડો મૃત
અવસ્થામાં મળી આવતા વન વિભાગ દોડતું થયું છે.
ઘટના સ્થળે હાજર રાજપીપળા વન વિભાગના RFO અનિરુદ્ધસિંહ
ગોહિલે જણાવ્યું કે દિપડાની ઉંમર આશરે ૧૨-૧૩ વર્ષની જણાતી હતી. એના દાંત પણ ખરાબ
થઈ ગયા હતા. કોઈ ઇન્ફેક્શનને કારણે દીપડાનું કુદરતી રીતે જ મોત થયું હોવાનું પીએમ
બાદ પ્રાથમિક તબક્કે જાણી શકાયું છે.કોઈએ એની હત્યા કરી હોય એવું લાગતું નથી.
ઉંમરના કારણે દીપડાનું મોત થયું હોય એમ લાગી રહ્યું છે.