સમગ્ર ભારત સહિત રાજ્યભરમાં લોકો જ્યારે કોરોના મહામારીના કારણે ઘણો કથીત સમય પસાર કરી રહ્યો છે, ત્યારે જુનાગઢમાં વર્ષોથી રહેતા અને સેવાકાર્ય કરતાં એક વ્યક્તિએ નાતાલ પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.
કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં ઉજવાતા તમામ ધર્મના તહેવારો આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યા છે, ત્યારે ખ્રિસ્તી ધર્મનો સોનેરી પર્વ એટલે નાતાલનો તહેવાર. રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવા હેતુથી પોતાને માત્ર કોઈ એક ધર્મ નહીં પરંતુ દેશ માટેના સારા વિચારો લોકો સુધી પહોંચે અને ભારતમાં નાતજાતના ભેદભાવ ભૂલી લોકો માત્ર એકબીજાને ઉપયોગી બને તેવા સંદેશ સાથે જુનાગઢના એક વ્યક્તિએ નાતાલ પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.
જુનાગઢમાં સેવાનું કાર્ય કરવા હંમેશા તત્પર રહેતા અને ઓન્લી ઇન્ડિયનના નામે ઓળખાતા વ્યક્તિએ નાતાલ પર્વ નિમિત્તે પોતે સાન્તાક્લોઝ બની બાળકોને ચોકલેટ અને ગીફ્ટ આપી હતી. કોરોના મહામારીને ધ્યાને લઇને તેઓએ શહેરીજનોને માસ્ક વિતરણ કર્યું હતું. ઉપરાંત સમગ્ર દેશ અને દુનિયામાંથી કોરોના નાબૂદ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. પોતાનું સ્વાસ્થ્ય પોતાના જ હાથમાં છે તેવો સંદેશ લોકોની વચ્ચે લઈને નીકળેલા ઓન્લી ઇન્ડિયનના આ સુંદર કાર્યની પણ લોકોએ સરહનાહ કરી હતી.