• રાજ્યમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી

  • માંગરોળના આજક ગામ નજીક બ્રિજનો સ્લેબ તૂટ્યો

  • હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા

  • સદનસીબે ઘટનામાં તમામ લોકોનો ચમત્કારિક બચાવ

  • પુલ તૂટ્યો નથીપણ તોડવામાં આવ્યો છે : કલેક્ટર

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક બ્રિજનો સ્લેબ તૂટી પડતાં હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. જોકેસદનસીબે આ દુર્ઘટનામાં તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.

વડોદરા-આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતાં 21 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છેત્યારે રાજ્યમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક આવેલ બ્રિજ તૂટી પડ્યો હતો. આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલ પુલનો સ્લેબ તૂટ્યો હતો. આ ઘટનામાં હીટાચી મશીન સાથે 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. જોકેસદનસીબે આ દુર્ઘટનામાં તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કેઆ પુલ તૂટ્યો નથીપણ તોડવામાં આવ્યો છે.

તો બીજી તરફસ્થાનિકોનો આક્ષેપ છે કેજર્જરિત બ્રિજનું સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું. કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાથી આવા અકસ્માતો સર્જાય છે. આ જાહેર રસ્તો છેહજારો વાહનો અહીથી પસાર થાય છે. અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જોકેદુર્ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોવા મળે છે કેપુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.