જુનાગઢ : લોકડાઉનના સમયથી બંધ રહેલું ગીર અભયારણ્ય પુનઃ ખૂલ્યું, પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ

New Update
જુનાગઢ : લોકડાઉનના સમયથી બંધ રહેલું ગીર અભયારણ્ય પુનઃ ખૂલ્યું, પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ

લોકડાઉનના સમયથી બંધ રહેલું અને જુનાગઢમાં આવેલું ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે શુક્રવારથી પુનઃ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે, ત્યારે સરકારની માર્ગદર્શિકાના પાલન સાથે વન વિભાગના ડી.એફ.ઓ.એ પ્રવાસીઓને પ્રસ્થાન કરાવ્યુ હતું.

અનલોક-5 લાગુ થતાની સાથે જ સૌરાષ્ટ્રના અનેક પ્રાણી ઉદ્યાનો અનલોક થઈ ગયા છે. જુનાગઢમાં આવેલું ગીર અભયારણ્ય પણ પ્રવાસીઓ માટે લોકડાઉનના સમયથી બંધ રાખવામાં આવ્યું હતું, ત્યારે શુકવારના રોજથી ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઈન બુકિંગ થયેલા પ્રવાસીઓને કોવિડની ગાઈડલાઈન પ્રમાણે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

જોકે, ગીર અભયારણ્યમાં આવતા તમામ પ્રવાસીઓએ સરકારની માર્ગદર્શિકાનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ સાથે જ વન વિભાગના ડી.એફ.ઓ.એ પ્રવાસીઓના વાહનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું. છેલ્લા 6 મહિનાથી બંધ ગીર અભયારણ્ય ખૂલતાં પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Latest Stories