જુનાગઢ : ગિરનાર રોપ-વેની મજા માણવા જામી પ્રવાસીઓની ભીડ, લોકોએ કોવિડના નિયમોને નેવે મૂક્યા

New Update
જુનાગઢ : ગિરનાર રોપ-વેની મજા માણવા જામી પ્રવાસીઓની ભીડ, લોકોએ કોવિડના નિયમોને નેવે મૂક્યા

દિવાળીના તહેવારોમાં જુનાગઢ જિલ્લામાં પ્રવાસીઓનો ખૂબ જ મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગિરનાર રોપ-વેની મજા માણવા માટે રોપ-વેની સાઇટ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

જુનાગઢ જિલ્લાના ગિરનાર ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. દિવાળીના તહેવારોમાં જુનાગઢ જિલ્લામાં પ્રવાસીઓનો ખૂબ જ મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગિરનાર રોપ-વેની મજા માણવા માટે રોપ-વેની સાઇટ ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રોપ-વેની સાઈટ ઉપર લોકો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. હાલ રોપ-વેમાં છેલ્લા 5 દિવસમાં 40 હજારથી પણ વધુ પ્રવાસીઓએ મજા માણી છે. જોકે શુક્રવારના રોજ ભારે પવનના કારણે રોપ-વે 1 કલાકથી વધુ સમય સુધી બંધ રહેતા પ્રવાસીઓ પરેશાન થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

દિવાળીના દિવસોમાં લોકો કોરોનાના ડર વિના ફરવા નીકળી પડ્યા છે, ત્યારે ખાસ કરીને જુનાગઢના ફરવાલાયક સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમોને લોકોએ નેવે મૂક્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. જોકે પરિવાર સાથે અને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ ભીડ ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ગિરનાર રોપ-વેમાં ભારે ભીડના કારણે કોરોનાનો સંક્રમણ વધે નહીં તે માટે ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથબાપુએ જણાવ્યુ હતું કે, કોરોનાની મહામારી હજુ નાબૂદ થઈ નથી, તે માટે ગિરનાર રોપ-વે ની સફર ન કરવી અને કોરોના વાયરસના સંક્રમણ સામે કાળજી રાખવા અંગે અપીલ કરી છે.

Latest Stories