જુનાગઢ : સુલતાન અહેમદ અલી જુનાગઢના પીએમ ? જુઓ વાયરલ થયેલો વિડીયો

New Update
જુનાગઢ : સુલતાન અહેમદ અલી જુનાગઢના પીએમ ? જુઓ વાયરલ થયેલો વિડીયો

પાકિસ્તાન તેની નાપાક હરકતોમાંથી ઉંચું આવી રહયું નથી ત્યારે હવે વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં ગુજરાતના જુનાગઢને પાકિસ્તાને પોતાનો હિસ્સો ગણાવી અને તેના વડાપ્રધાન સુલતાન અલી હોવાનું જાહેર કરતું દેખાય રહયું છે.

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં વિડીયોમાં પાકિસ્તાનના એક યોજાયેલ પ્રસંગમાં સુલતાન અહેમદ અલી ને જૂનાગઢના પીએમ બનાવતા દર્શાવાયું છે. જૂનાગઢના નવાબના વંશજના પુત્ર છે સુલતાન અલી . વારંવાર કોઈને કોઈ રીતે જુનાગઢને પાકિસ્તાનનો હિસ્સો ગણાતા પાકિસ્તાન પોતાની મંદ બુદ્ધિનું પ્રદર્શન કરી રહી હોય એવું લાગે છે થોડા દિવસો પહેલાં પાકિસ્તાની ઈમરાન ખાને કેબિનેટ બેઠક બાદ દેશનો નવો પોલિટિકલ નક્શો જાહેર કર્યો હતો. આ નક્શામાં જૂનાગઢને પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો છે.જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં તો પાકિસ્તાન વર્ષોથી દાવો ઠોકે છે. પણ આ વખતે ખાસ બાબત એ છે કે, ગુજરાતના જુનાગઢને પણ પોતાનામાં ગણાવ્યું હતું..

Latest Stories