બોલીવુડમાં 90 ટકા લોકો ડ્રગ્સનું સેવન કરે છે કહેનાર કંગના પણ હતી ડ્રગ એડિક્ટ! જુઓ વિડિયો

બોલીવુડમાં 90 ટકા લોકો ડ્રગ્સનું સેવન કરે છે કહેનાર કંગના પણ હતી ડ્રગ એડિક્ટ! જુઓ વિડિયો
New Update

90 ટકા બોલીવુડ ડ્રગી કહેનાર કંગના પણ હતી ડ્રગ એડિક્ટ  

કંગના રાનાઉતનો એક જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કંગના રાનાઉત કબૂલ કરી રહી છે કે એક સમયે તે ડ્રગ એડિક્ટ બની ગઈ હતી. બોલીવુડ ઇંડસ્ટ્રીઝમાં 90 ટકા લોકો ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ લગાવનાર અભિનેત્રી પોતે ડ્રગ્સ લેતી હોવાનો ખુલાસો કર્યો હતો. જુઓ નવો વિવાદ શરૂ કરવા કાફી આ વિડિયો

અભિનેત્રી કંગના રાનાઉતે ડ્રગના વિવાદ પર અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સુશાંત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદથી કંગનાએ આખા બોલીવુડ પોતાના નિશાન પર લીધું છે. અભિનેત્રીએ તો એમ પણ કહ્યું છે કે 90 ટકા સેલેબ્સ ડ્રગ વ્યસની છે અને દરેક વ્યક્તિ ડ્રગ પાર્ટીઓમાં ભાગ લે છે. કંગનાના આ નિવેદનોથી બોલિવૂડમાં હલચલ મચી ગઈ અને એક નવી ચર્ચા શરૂ થઈ. પરંતુ હવે આ વિવાદમાં ખુદ કંગના રાનાઉત પણ ફસાઈ ગઈ છે.

કંગનાએ સ્વીકાર્યું કે તેને ડ્રગની લત હતી

કંગના રાનાઉતનો એક જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કંગના રાનાઉત કબૂલ કરી રહી છે કે એક સમયે તે ડ્રગ એડિક્ટ બની ગઈ હતી. એક નવો વિવાદ શરૂ કરવા તેનું આ નિવેદન પૂરતું છે. ડ્રગના વિવાદ પર સતત આખા બોલીવુડને ઘેરી લેવાની કોશિશ કરતી અભિનેત્રી અને ત્યારબાદ એક વીડિયોમાં પોતે માને છે કે તે પણ એક ડ્રગ વ્યસની છે, તો તે આશ્ચર્યજનક છે. એટલું જ નહીં તેનો એક્સ બોયફ્રેંડ રહી ચૂકેલ અધ્યયન સુમને પણ એક ચેટ શો માં કંગનાનું નામ લઈને ખુલાસો કર્યો હતો કે કંગના અવારનવાર ડ્રગ્સ લે છે.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં કંગના કહી રહી છે કે - હું ફક્ત 15 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી હતી. પછી થોડા જ વર્ષોમાં એક ફિલ્મ સ્ટાર બની ગઈ. હું એક ડ્રગ્સ એડિક્ટ હતી. મારા જીવનમાં ઘણા ખતરનાક મોડ આવ્યા.. હું શરૂઆતમાં એવા લોકોના સંપર્કમાં આવી હતી  જેના કારણે ઘણી સમસ્યા હતી. હવે કંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. ઘણા લોકો આ અંગે પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

#Bollywood Actor #Sanjay Raut #Rhea Chakroborty #kangna ranaut #Drugs News #Sushant Sinh Rajput Case #Drug Edict Kangna Ranaut #Drugs Edict Bollywood #Kangna Vs Shivshena
Here are a few more articles:
Read the Next Article