કરજણ નગરમાં ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરનારાઓ સામે પ્રાંત અધિકારીની લાલ આંખ

New Update
કરજણ નગરમાં ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરનારાઓ સામે પ્રાંત અધિકારીની લાલ આંખ

નગરપાલિકા દ્વારા નગરના નવાબજાર તથા જુનાબજાર વિસ્તારમાં લારીઓ પર ફટાકટા વેચતા વેપારીઓને હટાવ્યા.

Advertisment

ઉત્તરગુ જરાતના ડીસામાં થોડા દિવસો પહેલા જાહેરમાં અનઅધિકૃત ફટાકડાઓનું વેચાણ કરી રહેલી લારી પર અકસ્માતે આગની ઘટના બની હતી. પરંતુ સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. તે ઘટનાનું પુનરાવર્તન ન થાય એ હેતુસર ગતરોજ વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકા દ્વારા નગરના નવાબજાર તથા જુનાબજાર વિસ્તારમાં લારીઓ પર જાહેરમાં ફટાકડાઓનું અનઅધિકૃત વેચાણ કરી રહેલાઓ પર પાલિકાના દબાણ શાખા તંત્ર દ્વારા તવાઇ બોલાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના કરજણ નગરના નવાબજાર તેમજ જુનાબજાર વિસ્તામાં દિવાળી પર્વ ટાણે છેલ્લા પાંચ દિવસથી મુખ્ય માર્ગો ઉપર જાહેરમાં અનઅધિકૃત લારીઓ ઉપર ફટાકડાનું વેચાણ ચાલી રહ્યું હતું. જે સંદર્ભે કરજણ પ્રાંત અધિકારીએ નગરની મુલાકાત લેતા પાલિકાના જવાબદારોનો ઉઘડો લઇ નાંખ્યો હતો. પ્રાંતઅધિકારી, મામલતદારની સુચના તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પાલિકાના દબાણ શાખા તંત્ર દ્વારા રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર ફટાકડા વેચતી લારીઓ ઉપર સપાટો બોલાવી કડક કાર્યવાહી કરી હતી. નવાબજાર તેમજ જુનાબજાર વિસ્તારમાં લારીઓ ઉપર જાહેરમાં ફટાકડાનું વેચાણ કરી રહેલાઓને એક કલાકમાં લારીઓ હટાવી લેવા સુચના આપતા ફટાકડાની લારીઓવાળાઓએ સ્વૈચ્છિક રીતે પોતાની લારીઓ હટાવી લીધી હતી. સમગ્ર કાર્યવાહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ પૂર્ણ કરાઇ હતી.