ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી અખિલ ભારતીય સંત સમતી દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા આયોજિત થઈ રહી છે આ કાવડ યાત્રા દ્વારા હરિદ્વારથી જળ લાવી 182 વિધાનસભાઓ ના 202 પૌરાણિક શિવાલયોમાં અભિષેક કરવામાં આવશે.આ કાવડ યાત્રામાં 2200 જેટલાં કાવડ યાત્રીઓ ને 250 જેટલાં સંતો જોડાયા છે. આ યાત્રાનો પવિત્ર યાત્રા ધામ વડતાલ ખાતેથી ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.વડતાલ ખાતેથી શુભારંભ થયેલી આ યાત્રામાં વડતાલ મંદિરના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિના ચેરમેન નૌતમ સ્વામી, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, મુખ્ય દંડક પંકજ દેસાઈ, ગોરધન ઝડફિયા, ભાર્ગવ ભટ્ટ સહિત, સંતો – મહંતો ઉપસ્થિત રહ્યા હતા
ખેડા: યાત્રાધામ વડતાલથી ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનો ભાજપ અધ્યક્ષ સી. આર.પાટિલના હસ્તે પ્રારંભ
ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી અખિલ ભારતીય સંત સમતી દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા આયોજિત થઈ રહી છે

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170