ખેડા: સરકારે કરી સહાયની જાહેરાત, જુઓ ખેડૂતો શું કહે છે ?

ખેડા: સરકારે કરી સહાયની જાહેરાત, જુઓ ખેડૂતો શું કહે છે ?
New Update

રાજયમાં વરસાદના કારણે ખેતીને નુકશાન થયું હોવાથી ખેડૂતો સરકાર પાસે વળતર માંગી રહયાં છે. તેવામાં સરકારે ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે પેકેજની જાહેરાત કરી છે પણ ખેડા જિલ્લાના ખેડૂતોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. ચાલુ વર્ષે ચોમાસાની સીઝન લાંબી ખેંચાતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયાં છે. રાજય સરકારે ખેડૂતોને નુકશાનનું વળતર ચુકવવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ રાજ્યના તમામ ખેડૂતોને 3,800 કરોડની સહાય કરવામાં આવશે.

જ્યાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે તેવા 125 તાલુકાના 9416 ગામોમાં ખાતેદાર ખેડૂતોને હેક્ટર દીઠ 6,800 રૂપિયા રાજ્ય સરકાર આપશે. રાજ્યના તમામ 18 હજાર ગામડાઓના 56.80 લાખ ખેડૂતોને આ પેકેજનો લાભ મળશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં સરકાર અંદાજે રૂ. 2,481 કરોડની સહાય આપશે. જ્યારે એક ઈંચથી ઓછો વરસાદ હોય અને છૂટો છવાયો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારોમાં અનુક્રમે રૂ. 238 કરોડ અને રૂ. 684 કરોડ આપવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. ત્યારે ખેડા જિલ્લાના ખેડૂતો માં મિક્ષ પ્રતિસાદ જોવા મળ્યો હતો

#kheda farmer #farmer reaction #policy package
Here are a few more articles:
Read the Next Article