ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ફળ-ફૂલ અને શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડીઆદ વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઇના હસ્તે છત્રી તથા શેડ કવરનું વિતરણ નડીઆદ સ્થિત સંતરામ મંદિર નજીક આવેલ નાની શાક માર્કેટ ખાતે કરવામાં આવ્યું હતું, ત્યારે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ખેડા જિલ્લાને 1800 નંગ છત્રીનો ભૌતિક લક્ષ્યાંક ફાળવેલ છે.
જે અન્વયે 1819 અરજદારોએ ઓનલાઇન અરજી કરી હતી. જે પૈકી 1104 અરજદારોએ આધાર પુરાવા સાથે કચેરીમાં અરજી કરી હતી. જે પૈકી 1022 પાત્રતા ધરાવતી અરજીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી. જે અન્વયે ફળ-ફૂલ અને શાકભાજીનું વેચાણ કરતાં વેપારીઓને વિનામૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.