ખેડા : વાલ્લા પ્રા. શાળામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ રંગોળી બનાવી “ભાવાંજલિ” અર્પણ કરાઇ

New Update
ખેડા : વાલ્લા પ્રા. શાળામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ રંગોળી બનાવી “ભાવાંજલિ” અર્પણ કરાઇ

ભારત દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતી નિમિત્તે ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા ખાતે સરદાર પટેલને ભાવાંજલિ અર્પણ કરતી 111 ચોરસ ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે.

ખેડા જિલ્લાના નડીઆદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ઉપાચાર્ય હિતેશ બ્રહ્મભટ્ટ અને વિદ્યાર્થીનીઓ દ્વારા સરદાર પટેલને ભાવાંજલિ આપતી એક વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે વાલ્લા પ્રાથમિક શાળા દ્વારા લોહપુરુષની 111 ચોરસ ફૂટ જેટલી વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ રંગોળીમાં 30 કિલોથી વધુ રંગોળી કલરનો ઉપયોગ કરી સામાજિક સંદેશ સાથે બનાવવામાં આવી છે. આ રંગોળીમાં સરદાર પટેલ પોતે માસ્ક પહેરીને સમાજને સરકારી ગાઇડલાઇન અનુસરવા અને કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રેરક સંદેશો આપી રહ્યા છે. વધુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ દર્શાવવામાં આવ્યું છે, ત્યારે આ નવતર પ્રયોગમાં શાળાના ઉપાચાર્ય સાથે અન્ય વિદ્યાર્થીઓએ પણ ભારે ઉત્સાહ સાથે પોતાનો સહયોગ આપી સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ અર્પણ કરી હતી.

Latest Stories