ખેડા : સરદાર વલ્લભભાઈ પટેલનો નડીઆદ સાથે રહ્યો છે જૂનો નાતો, જાણો શું છે ઇતિહાસ..!

New Update
ખેડા : સરદાર વલ્લભભાઈ પટેલનો નડીઆદ સાથે રહ્યો છે જૂનો નાતો, જાણો શું છે ઇતિહાસ..!

ભારત દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તા. 31મી ઓક્ટોબર વર્ષ 1875ના રોજ  ખેડા જિલ્લાના નડીઆદ શહેરમાં આવેલ તેમના મામાના ઘરે થયો હતો. જેથી ખેડા જિલ્લા સાથે સરદાર વલ્લભભાઈ પટેલનો જૂનો નાતો રહ્યો છે. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાય ન હતી. પરંતુ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષા સમયે તા. 31મી ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે નોંધાવી હતી. જેથી આજના દિવસને સરદાર પટેલની જન્મજયંતી તરીકે ઉજવવામાં આવે છે. 

સરદાર વલ્લભભાઈ પટેલનો જ્ન્મ તા. 31મી ઓક્ટોબર વર્ષ 1875માં ખેડા જિલ્લાના નડીઆદ શહેરમાં આવેલ તેમના મામાના ઘરે થયો હતો. જોકે તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયો હતો. તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાતની પ્રેક્ટિસ દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરીઅંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા હતા. તેમની આભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થાય છે. સરદાર પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા. જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકાકીકરણનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવા તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી હતી. તેમણે વર્ષ 1934 અને 1937ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. તો સાથે સાથે દેશભરમાં શાંતિની પુન: સ્થાપના માટેના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું.

ભારતના લોહપુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ 565 અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું ઝડપ્યું હતું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પૂર્ણ કરાવ્યો હતો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ભારતીય સનદી સેવામાં ઓલ ઇન્ડિયા સર્વિસના રચૈતાં હોવાથી ‘પેટ્રન સૈન્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક સર્વશ્રેષ્ઠ પુરુષ હતા. જોકે ખેડા જિલ્લાના નડીઆદ શહેરમાં આવેલ મામાના ઘરે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હોવાથી ખેડા જિલ્લા સાથે જૂનો નાતો રહ્યો છે.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.
Latest Stories