ખેડા: કોરોનાના વધતાં સંક્રમણના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ લોકડાઉન

ખેડા: કોરોનાના વધતાં સંક્રમણના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ લોકડાઉન
New Update

ખેડા જીલ્લમાં દિવસે-દિવસે કોરોના પોતાનો કાળો કહેર મચાવી રહયો છે ત્યારે તાલુકના અલગ અલગ ગામો દ્રારા સ્વયંભુ લોકડાઉનની જાહેરાત કરી સાવચેતી રાખવામા આવી રહી છે.

ખેડા જીલ્લામાં પીજ ,અલીન્દ્રા ,સલુણ અને તેલનાર ગામ દ્રારા સ્વયંભુ લોકડાઉન કરી કોરોના થી બચવાના ઉપાયો કરી રહયા છે ત્યારે આજ દિન સુધી ખેડા જીલ્લામાં પોઝીટીવ કેસનો આંક જોવા જઈએ તો ૪૨૨૦ લોકો સંક્રમિત થયા છે ત્યારે ૪૦૪૩ લોકોને સાજા થઇ અને પોતાના ઘરે પરતા ફર્યા છે. ગુજરાત સરકારે નડીઆદમાં રાત્રી કર્ફ્યું પણ આપવામાં આવ્યો છે ત્યારે અમુક ગામોના સરપંચો દ્વારા પોતાના ગામમાં કોરોના વધુના પ્રસરે તે માટે બપોર બાદ સ્વયંભુ લોકડાઉન રાખી સાવચેતી દાખવવામાં આવી રહી છે.

#Corona Virus #SP #Kheda News #Kheda police #Kheda Collector #lockdown #corona virus gujarat #Corona Lockdown #Kheda Nadiad #SP Kheda Nadiad
Here are a few more articles:
Read the Next Article