રાજ્યભરમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ આવી મેદાને, ઠેરઠેર ઉગ્ર વિરોધ સાથે કૃષિ બિલની હોળી

New Update
રાજ્યભરમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ આવી મેદાને, ઠેરઠેર ઉગ્ર વિરોધ સાથે કૃષિ બિલની હોળી

કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ કૃષિ બિલના વિરોધમાં રાજ્યભરમાં કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના સમર્થનમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ઠેરઠેર કૃષિ બિલના કાયદાના વિરોધમાં ઉગ્ર સુત્રોચાર કરી કેટલાક સ્થળોએ કૃષિ બિલની હોળી પણ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કૃષિ બિલના વિરોધમાં છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી ખાતે ખેડૂત સંગઠન દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે કૃષિ બિલના વિરોધ સાથે ખેડૂતોના સમર્થનમાં તાપી જિલ્લાના વ્યારા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચેની મંત્રણા બાદ પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. સરકાર આ બીલના મુખ્ય ત્રણ કાયદોઓ રદ્દ કરે તે માટે મક્કમતાથી આંદોલન ચલાવી રહ્યાં છે, ત્યારે વિપક્ષ પાર્ટીઓ પણ હવે ખેડૂતોના સમર્થમાં મેદાને આવી છે.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા મોડાસા શહેરના ચાર રસ્તા ખાતે કૃષિ બિલને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યી બિલને ફાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે કૃષિ બિલનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના 10થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કૃષિ બિલની હોળી કરી વિરોધ નોંધવવામાં આવ્યો હતો. જેમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 14થી વધુ કોંગી કાર્યકરોની ટિંગાટોળી સાથે પોલીસે અટકાયત કરી હતી. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારના કૃષિ બિલનો કરવામાં આવ્યો હતો. જેમાં કૃષિ બિલને કાળો કાયદો ગણાવી કૃષિ બિલની હોળી કરી હતી. ઉપરાંત ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તો આવી જ રીતે વલસાડ જિલ્લાના પારડી ગામે પણ કોંગ્રેસબ આગેવાનો સહિત કાર્યકરોએ પણ ખેડૂતોના સમર્થનમાં આગળ આવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તંત્રની પરવાનગી કિસાન બિલની હોળી કરી રહેલા 10થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.

Latest Stories