કચ્છ : અંજારમાં વેપારીની પુત્રીનુ અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગવાના કેસમાં 4 આરોપી ઝડપાયા

કચ્છ : અંજારમાં વેપારીની પુત્રીનુ અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગવાના કેસમાં 4 આરોપી ઝડપાયા
New Update

કચ્છનાં અંજારમાં વેપારીની પુત્રીનુ અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગવાના કેસમાં અંજાર પોલીસે બે મહિના બાદ ગુન્હાનો ભેદ ઉકેલી નાખી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે 

અંજારના યુવતી અપહરણ કેસમાં વેપારીની ફરીયાદ બાદ તેની પુત્રી ભુજ નજીકથી મળી આવી હતી, પોલીસે અપહરણકારો પર દબાણ ઉભુ કરતા વેપારીની પુત્રી સહી સલામત મળી આવી હતી. હવે આ ધટનામાં વેપારીની પુત્રીનુ અપહરણ કરનાર 4 શખ્સો બે કાર સાથે અંજાર પોલીસના હાથે ઝડપાઇ ગયા છે ગત 15 જાન્યુઆરીના બનેલા દિકરીના અપહરણ પહેલા આરોપીઓએ તેની રેકી કરી હતી અને વેપારીની પુત્રી ક્યારે ટ્યુશન જાય છે. ક્યા રસ્તે જાય છે. તેની વોચ ગોઠવી હતી. જો કે વેપારીને 10 કરોડની ખંડણી માટે ફોન આવ્યા બાદ પોલીસે ચારેબાજુ તપાસ તેજ કરતા અપહત વેપારી પુત્રીને છોડી આરોપીઓ નાસી ગયા હતા. જો કે તપાસ દરમ્યાન કેટલાક શંકાસ્પદ નામો સામે આવતા પોલીસે પુછપરછ શરૂ કરી હતી જેમાં હિતેશ ઉર્ફે રાજ કાતરીયા કે જે ફિલ્મ માર્કેટીંગ કામ સાથે સંકડાયેલો છે તે રવજી ઉર્ફે રવી ખીમજી સોરઠીયા, વિકાસ દયારામ કાતરીયા તથા હસમુખ બાબુ માળીની સંડોવણી બહાર આવતા તેમની ધરપકડ કરી છે અપહરણ માટે આ લોકોએ એક મહિના પહેલાથી રેકી કરી હોવાનુ પણ તપાસમા ખુલ્યુ છે જ્યારે ભુજમા થયેલી એક લુંટમા પણ ઝડપાયેલા પૈકી 3 આરોપીની સંડોવણી ખુલી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ ટુકડીઓ આ અપહરણના કેસમાં કામે લાગેલી હતી.

#Gujarat #Kutch #police
Here are a few more articles:
Read the Next Article