કરછના ભુજ ખાતે આવેલ તળાવમાં પાણી ઓછું થઈ જતાં સેંકડો માછલીઓ મોતને ભેટે એવી પરિસ્થિતી સર્જાય હતી ત્યારે નગર સેવા સદન દ્વારા માછલીઓને બચાવવા રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ભુજ શહેરમાં ઉમેદનગર જતા માર્ગે આવેલ છતરડીના તળાવમાં પાણી ઓછું થઈ જતા માછલીઓ મોતને ભેટે તેવી સ્થિતિ સર્જાઈ છે. હજારો માછલીઓનું મૃત્યુ થાય તો રોગચાળો ફેલાય તેવી દહેશત પણ વર્તાય રહી છે. જોકે નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરને આ વાતની જાણ થતાં તાત્કાલિક પગલાં લઈ માછલીઓને બચાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા અહીં પાણી ભરવામાં આવ્યું હતુ તેમજ માછલીઓને હમીરસર તળાવમાં સ્થળાંતરિત કરવામાં આવી રહી છે અત્યારસુધી 1 હજારથી 1500 માછલીઓને હમીરસર તળાવમાં સ્થળાંતરિત કરવામાં આવી છે હજી પણ આ કામગીરી ચાલુ રહેશે.