કચ્છ જિલ્લામાં સપ્તાહ દરમ્યાન બીજી વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આવીને કચ્છ પ્રત્યે પોતાની લાગણી દર્શાવી છે. ત્યારે બુધવારે ભુજ ખાતે કચ્છ ભાજપ પ્રેરિત સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીની હજારોની મેદની સામે જાહેર મંચ પર કિંમતી કમલમ ફ્રૂટ દ્વારા તુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના અગ્રણીઓ અને મુખ્ય આયોજકો સહિતના મોવડીઓએ આસપાસ ઉભા રહી હસતા ચહેરે ફોટો પણ પડાવ્યા હતા, પરંતુ કાર્યક્રમની પુર્ણાહુતી બાદ મંચ પાસે રાખેલા કમલમના બોક્સ હોંશે હોંશે ખોલતાં તેમાંથી કિંમતી કમલમ ફ્રુટના બદલે સસ્તા ભાવના કેળા નીકળી પડ્યા હોવાનું સામે આવ્યું છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયા છે. વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થતા ખુદ મુખ્યમંત્રી સાથે આ રીતની છેતરપિંડી થતી હોય તો આમ પ્રજાનું શુ ગજું, એવા પ્રશ્નો લોકમાનસમાં ઉભા થવા પામ્યા છે.

” max-width=”100%” class=”video-element note-video-clip” height=”360″>