/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/12132157/maxresdefault-138.jpg)
કોરોના વાયરસની રસી આવવામાં થોડો સમય બાકી છે. પરંતુ સરકારે રસીકરણની દિશામાં આગોતરા પગલાં લીધા છે. કચ્છ જિલ્લામાં કોરોના વેક્સિનેશન માટે તંત્ર તૈયાર છે, જેમાં તમામ લોકોનો ડેટા એકત્ર કરી સર્વે હાથ ધરાયો છે. ઉપરાંત જિલ્લામાં વેક્સિન સ્ટોરેજથી લઈ રસીના વિતરણ સુધીનું આયોજન કરાયું છે
હાલ ચાલી રહેલ કોરોના વૈશ્વિક મહામારીથી આખું વિશ્વ પરેશાન છે. દેશ-વિદેશના વૈજ્ઞાનિકોની કોરોના વેક્સિનની શોધ હવે અંતિમ ચરણમાં પહોંચી છે, ત્યારે આગામી સમયમાં ભારતમાં પણ કોરોનાની રસી મળે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરાયા છે. જે માટે દેશ સહિત ગુજરાતમાં અને કચ્છમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
સરહદી કચ્છમાં પણ કોરોના રસીકરણની યોગ્ય વ્યવસ્થા માટે કવાયત હાથ ધરાઈ છે. ક્ચ્છ આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે. તે ઉપરાંત વેક્સિન સંગ્રહ માટે પણ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં 4 ગ્રૂપમાં વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. સ્વાસ્થ્ય કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ, કોરોનાની કામગીરીમાં જોતરાયેલા રેવેન્યુ કર્મચારીઓ, 50 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકો તેમજ 50 વર્ષથી નીચે તેમજ બીમારી ધરાવતા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપી વેક્સિનના ડોઝ અંગેની યાદી તૈયાર કરવામાં આવી છે. તો સાથે જ લોકોના ફોન નંબર અને સરનામા વગેરેના ફોમ ભરી રહી છે. જેના થકી રસીકરણ શરૂ થતા સહેલાઇથી તેમનો સંપર્ક કરી શકાય.