કચ્છ : અબડાસા વિધાનસભા બેઠક પર પોસ્ટલ બેલેટથી મતદાનનો પ્રારંભ, વૃદ્ધો અને દિવ્યાંગો કરી રહ્યા છે મતદાન

New Update
કચ્છ : અબડાસા વિધાનસભા બેઠક પર પોસ્ટલ બેલેટથી મતદાનનો પ્રારંભ, વૃદ્ધો અને દિવ્યાંગો કરી રહ્યા છે મતદાન

અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કચ્છમાં ત્રીદિવસીય પોસ્ટલ બેલેટ મતદાનનો આરંભ થઈ ચૂક્યો છે. સિનિયર સીટીઝન અને દિવયાંગો પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યા છે.

આ વખતે કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ દેશના ઈતિહાસમાં પ્રથમવાર 80 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પ્રથમવાર પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. આ માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થઈ ગયું છે. અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આવા 1697 મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે. પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતે જણાવ્યું કે, 80 વર્ષથી ઉપરના અને દિવ્યાંગ મતદારોની સંખ્યા અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં 5400 જેટલી નોંધાયેલી છે. 9 થી 13 ઓકટોબર દરમિયાન બીએલઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાયો હતો. જેમાં 1697 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો વિકલ્પ સ્વીકારતાં શનિવારથી સોમવાર સુધી પોલીંગ અને પ્રીસાઈડીંગ ઓફિસર ઉપરાંત એક વિડીયોગ્રાફર અને પોલીસ કર્મીની 43 અલગ અલગ ટીમો બનાવી પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. હંગામી મતદાન કુટીર બનાવી તેમાં આ લોકોએ વોટીંગ કરાવાયું હતું. શનિવારે 784 લોકોનું વોટિંગ થયું હતું જેઓના મત હથિયારધારી પોલીસની કસ્ટડીમાં રાખી દેવાયા છે કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ પોલીંગ સ્ટાફ દ્વારા માસ્ક-ગ્લોવ્ઝ ઉપરાંત ફેસ શિલ્ડ પહેરી સંક્રમણ ફેલાય નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

Latest Stories