કરછ: ગુજસીટોકના કુખ્યાત આરોપીને ભગાડવા પોલીસે જ કાવતરું રચ્યુ, જુઓ કયા પોલીસ અધિકારી અને કર્મચારીની થઈ ધરપકડ

કરછ: ગુજસીટોકના કુખ્યાત આરોપીને ભગાડવા પોલીસે જ કાવતરું રચ્યુ, જુઓ કયા પોલીસ અધિકારી અને કર્મચારીની થઈ ધરપકડ
New Update

ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ત્રણ દિવસ પૂર્વે ફરાર થઈ ગયો હતો, જેને ઝડપી પાડવા માટે પોલીસે આકાશ પાતાળ એક કર્યા છે પરંતુ નિખિલ હજી સુધી હાથ લાગ્યો નથી જોકે પોલીસબેડામાં 4 અધિકારી અને કર્મચારીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

ભુજની ખાસ પાલારા જેલમાં રહેલો આરોપી નિખિલ ડોંગા જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો જેમાં પોલીસની સંડોવણી સામે આવી છે તપાસનીશ ડીવાયએસપી જે. એન. પંચાલે જણાવ્યું કે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલા ગુજસીટોક ગુનાના કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સ્થાનિક પોલીસ અધિકારી – કર્મચારીઓએ જ ગુનાહિત કાવતરૂ રચીને તેને ભગાડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આરોપી નાસી જવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરવા ઉપરાંત આરોપીઓની મોબાઈલ કોલ ડીટેઈલ્સના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં અગાઉ પોલીસ જાપ્તામાં રહેલા પીએસઆઈ આર.બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની પોલીસે ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન કરાયેલી પૂછતાછમાં આરોપીઓને ભગાડવામાં અન્ય એક પીએસઆઈ અને એએસઆઈની પણ સંડોવણી સામે આવી છે જેમાં પીએસઆઈ એન.કે. ભરવાડ અને એએસઆઈ અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવી હતી. આ પીએસઆઈ અને એએસઆઈ પણ આરોપી નિખિલના જાપ્તામાં હતા.

પાલારા જેલમાંથી નિખિલને જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવા માટે પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા પણ જાપ્તામાં રહેતા હતા તે દરમ્યાન આરોપી પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા ફોન મારફતે આરોપીને ભગાડવામાં મદદ કરનાર ભરત રામાણીના સંપર્કમાં હતા ત્યારે બન્ને પીએસઆઈ અને એએસઆઈની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી આગામી ૩ એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કેસમાં નિખિલને પકડવા માટે પશ્ચિમ ક્ચ્છ પોલીસની ટીમ ઉપરાંત, ગોંડલ રૂરલ, રાજકોટ પોલીસ, એટીએસ સહિતની ટિમો પણ વર્કઆઉટ કરી રહી છે.

#Kutch #accused #Connect Gujarat News #Bhuj News #Kutch Bhuj News #Nikhil Donga #G.K General Hospital #GGUJCTOC
Here are a few more articles:
Read the Next Article