કચ્છ : વાવાઝોડું લેશે તંત્રની “કસોટી”, દરિયાઇ વિસ્તારો NDRFના હવાલે

New Update
કચ્છ : વાવાઝોડું લેશે તંત્રની “કસોટી”, દરિયાઇ વિસ્તારો NDRFના હવાલે

અરબી સમુદ્રમાં સર્જાયેલું અને 35 કીમીનો વ્યાપ ધરાવતું તાઉતે વાવાઝોડુ મુંબઇમાં વિનાશ વેર્યા બાદ હવે ગુજરાત તરફ આગળ વધી રહયું છે. વાવાઝોડાના પગલે કચ્છ જિલ્લામાં તંત્ર એલર્ટ થઇ ચુકયું છે. ખાસ કરીને દરીયાકાંઠા વિસ્તારના ગામો ખાલી કરી દેવાયાં છે અને બચાવ તેમજ રાહત કામગીરી માટે NDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.

કચ્છમાં તાઉતે વાવાઝોડાની આફતને લઈને દરિયાઇ વિસ્તાર લેખાતા અબડાસા પંથકમાં તકેદારી વધારી દેવાઈ છે. પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતે ભારાવાંઢ, ભગોરીવાંઢ,મોહા ડી,જખૌ બંદર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું છે કે, હાલ અબડાસા તાલુકાના 24 ગામો ખાલી કરાવાયા છે. 2400 લોકોની વસ્તી ધરાવતું જખૌ ગામ ખાલી કરી દેવાયું છે લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવી રહ્યા છે સ્થળાંતરિત કેન્દ્રોમાં લોકોને જમવાની સવલત  આપવામાં આવી રહી છે. અબડાસા તાલુકામાં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી હોડીગ્સ દૂર કરી લેવામાં આવ્યા છે. અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે ડેન્જર સિગ્નલ નંબર 8 લગાવી દેવાયું છે.

વહીવટીતંત્રની મદદ માટે NDRFની ટીમો બોલાવાઇ

તાઉટે વાવાઝોડાના કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં 165 થી 185 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના રહેલી છે. મુંબઇમાં વાવાઝોડાએ વેરેલા વિનાશને જોતાં ગુજરાતના લોકોની ચિંતામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયો ગાંડોતુર બની ગયો છે. અને પવનના કારણે ધુળની ડમરીઓ ઉડી રહી છે અને કાચા મકાનો ધરાશાયી થઇ રહયાં છે. આવા સંજોગોમાં

બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમો બોલાવી લેવામાં આવી છે. કચ્છની વાત કરવામાં આવે તો પંજાબના લુધીયાનાથી એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડર રણજીતસિંહની ટીમ માધાપર યક્ષ મંદિર ખાતે તૈનાત કરાઈ છે. તેમની સાથે નાગરિક સંરક્ષણ કેન્દ્રના જવાનો પણ જોડાયા છે.

કચ્છ જિલ્લાના અનેક ગામડાઓને ખાલી કરાવી દેવાયાં

કચ્છમાં NDRF ની બે ટીમ ફાળવાઈ છે. જેમાં એક ટીમને આજે માંડવી મોકલવામાં આવી હતી. એનડીઆરએફની ટીમો દ્વારા માંડવી તાલુકાના ગુંદીયાળી - મોઢવા ગામે સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી. આ ગામડાઓમાં વાવાઝોડાના કારણે નુકશાન થવાની સંભાવના વધારે છે. બંદરીય વિસ્તારોમાં એનડીઆરએફની ટીમોએ કમાન સંભાળી લીધી છે. 

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.