કચ્છ: જગ વિખ્યાત કેસર કેરીની આતુરતાનો અંત, જુઓ અધધ થયું ઉત્પાદન

કચ્છ: જગ વિખ્યાત કેસર કેરીની આતુરતાનો અંત, જુઓ અધધ થયું ઉત્પાદન
New Update

કચ્છની કેસર કેરીના ચાહકોની આતુરતાનો હવે અંત આવી જશે કારણકે ચાલુ વર્ષે ઉત્પાદનમાં વધારો થયો છે.

કચ્છની કેસર કેરી વિશ્વ પ્રસિદ્ધ છે. તાલાલા અને ગીરની કેરીના આગમન બાદ અંતે બજારમાં કચ્છની કેસર કેરી પ્રવેશે છે, ખાસ તો સારી એવી માત્રામાં ઉત્પાદન થવા પામ્યું છે. ક્ચ્છ ઉપરાંત મુંબઇ - ગુજરાતની બજારોમાં કચ્છની કેસર કેરીની માંગ જોવા મળે છે વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે પરંતુ હાલની કોરોનાની સ્થિતિ જોતા સ્થાનિક બજારોમાં જ કેરી વેચાશે મદદનીશ બાગાયત અધિકારી કે.પી.સોજીત્રાએ જણાવ્યું કે, ગત વર્ષે અંદાજીત 64 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું જે સામે આ વર્ષે વધીને 65 હજાર મેટ્રિક ટન ઉત્પાદન થવાની શકયતા છે નોંધનીય છે કે કચ્છની કેસર કેરીની બજારમાં બોલબાલા હોય છે એપ્રિલના મધ્યાહન બાદ કેરી માર્કેટમાં દેખાશે તેવો મત વ્યક્ત કરાયો છે.

#Kutch #Kesar Mango #kutch news #Kutch Gujarat #Connect Gujarat News #kesar mango production #Kutch Kesar Mango
Here are a few more articles:
Read the Next Article