/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/07143636/KUTCH-REOCRD-e1617786426309.jpg)
કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન છેલ્લા ૩ વર્ષમાં ૩ હજારથી વધુ ડ્રાઈવરોના પ લાખ રૂપિયા અકસ્માત વિમા પોલીસીનું પ્રિમિયમ સંસ્થા દ્વારા ભરાતા વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં તેને સ્થાન મળ્યું છે
કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની ઓફિસ ખાતે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયાના કચ્છ – ગુજરાતના નિર્ણાયક મિલન સોની અને દેવ્યાંની સોનીના હસ્તે સંસ્થાના પ્રમુખ નવઘણભાઈ વી. આહિરને સર્ટીફીકેટ એનાયત કરાયું હતું. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખ નવઘણ આહિરે જણાવ્યું કે, સંસ્થા દ્વારા છેલ્લા ૩- ૪ વર્ષથી ટ્રક ડ્રાઈવરોને પ લાખનું વિમા કવચ આપવામાં આવી રહ્યું છે. અને તેનું પ્રિમિયમ પણ સંંસ્થા દ્વારા જ ભરવામાં આવે છે. ટ્રક ડ્રાઈવરોને સતત રસ્તા પર રહેવું પડે છે, ત્યારે તેઓને સુરક્ષા મળે તે હેતુથી વીમા કવચ અપાઈ રહ્યું છે. બે લાભાર્થીઓના વારસદારોને વિમાની રકમ પણ મળી છે. સંસ્થા દ્વારા મેડિકલને લગતા કામો પણ કરવામાં આવે છે. મિલન સોનીએ જણાવ્યું કે, કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ નવઘણભાઈ આહિરની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ૩ હજારથી વધુ ટ્રક ડ્રાઈવરોના વિમા કરાવી તેનું પ્રિમિયમ સંસ્થા દ્વારા ભરાતા વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન અપાયું છે. પ્રેરણારૂપ કાર્યની ચોક્કસ પણે નોંધ લેવાય છે તેવું પણ તેમણે જણાવ્યું હતું.