કોરોના હળવો થયા બાદ પોલીસ વિભાગ દ્વારા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લાના ભુજમાં વ્યાજખોરો સામેની ફરિયાદ સાંભળવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુન્દ્રા શહેર સ્થિત રોટરી હોલ ખાતે એસપી સૌરભસિંઘની વિશેષ ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો, ત્યારે લોક દરબારમાં શહેરના ટ્રાફિક સમસ્યાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. ઉપરાંત ખનિજ ચોરી, જુગાર, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સેફટી, ડીવાયએસપી કચેરી, સ્ટાફની ઘટ, પેટ્રોલિંગ વધારવું સહિતના વિવિધ મુદ્દે સ્થાનિકએ પોલીસ સમક્ષ થોકબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા, ત્યારે પશ્ચિમ કચ્છ પોલિસ વડા સૌરભસિંઘે રજૂઆતો સાંભળી હકારાત્મક ઉકેલની ખાતરી આપી હતી. ગ્રામીણ પ્રશ્નોને અગ્રતા અપાશે તેવું કહી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી.
