નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળામાં આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુચારુ રીતે સંપન્ન થાય તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા સોમવાર, 14 જુલાઈની રાત્રે શહેરમાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે નિમિત્તે ડીવાયએસપીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં ટાઉન પોલીસ ઇન્સ્પેકટર સહિત પોલીસના અધિકારીઓ અને જવાનોના કાફલાએ રથયાત્રાના સમગ્ર રૂટ પર ફ્લેગમાર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. યાત્રા જે માર્ગોથી પસાર થવાની છે તેમજ જ્યાં રથયાત્રાનું સમાપન થવાનું છે તે સ્થળોની પણ વિગતવાર મુલાકાત લઈ જરૂરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસ દ્વારા માર્ગ વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.