/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/15131601/1200px-Photovoltaik_Dachanlage_Hannover_-_Schwarze_Heide_-_1_MW.jpg)
સાંપ્રત સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો કુદકે ને ભુસકે વધી રહયાં છે ત્યારે ઉર્જાના પુન: પ્રાપ્ય સ્ત્રોત પર ભાર મુકવો જરૂરી છે. આવા સંજોગોમાં સુર્યના કિરણોનો ઉપયોગ કરી ઉર્જા ઉતપન્ન કરતાં રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવવા જરૂરી છે. મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ખાવડા ખાતે દુનિયાના સૌથી મોટી રિન્યુએબલ એનર્જી પાર્કનું ખાતમુહુર્ત કરવા જઇ રહયાં છે.
કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પ્રધાનમંત્રી મોદી દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ અનર્જી પાર્કનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે. ત્યારે આ પાર્ક ન બલકે ગુજરાત, ભારતને પોતાના ઊર્જાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં મદદ મળશે. ભારત સરકારે 2022 સુધી 175 ગીગા વોટ પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષમતા મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાં આ પાર્ક મહત્ત્વપૂર્ણ ફાળો આપશે. હાલમાં રાજ્યની 30,500 મેગાવોટ વીજળી ઉત્પાદનક્ષમતા સામે 11264 મેગાવોટ પુન:પ્રાપ્ય ઊર્જા છે. આ પાર્કથી 1.35 લાખ કરોડના રોકાણની આશા સરકાર રાખી રહી છે.
કચ્છ હાઇબ્રિડ પાર્ક
- સ્થળ : ખાવડા ( ભારત-પાક. બોર્ડર)
- વિસ્તાર: 72,600 હેક્ટર
- ક્ષમતા: 30 ગીગા વોટ ( 30 હજાર મેગા વોટ)
- ઊર્જા : સોલર અને પવન
હવે તમને જણાવીશું દુનિયાના અન્ય સોલાર પાર્ક વિશે… ભડલા સોલર પાર્ક રાજસ્થાનના જોધપુર ખાતે આવેલો છે. તેની ક્ષમતા 2245 મેગાવોટની છે. હંગેહી હાઇડ્રોપાવર પાર્ક ચીનમાં બનાવવામાં આવ્યો છે અને તેની ક્ષમતા 2,200 મેગાવોટની છે. તેવી જ રીતે કર્ણાટકના તુમકુરમાં 2,050 મેગાવોટની ક્ષમતા ધરાવતો પાવાગઢ સોલર પાર્ક આવેલો છે. પશ્ચિમી ઇજિપ્તના રણમાં બેનબાન સોલર પાર્ક આવેલો છે જે 1,650 મેગા વોટ વીજ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. ઉત્તર -મધ્ય ચીનમાં ટેંગર ડેઝર્ટ સોલર પાર્ક છે જે 1,547 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા સક્ષમ છે. યુએઇમાં નૂર અબુ ધાબી સોલર પાર્ક આવેલો છે. જેની ક્ષમતા 1,117 મેગાવોટની છે.
આ ઉપરાંત યુએઇમાં અન્ય એકમહમ્મદ બિન રસીદ અલ મકતુમ સોલર પાર્ક છે. તેની વીજ ઉત્પાદન કરવાની ક્ષમતા 1012 મેગાવોટ છે. ભારતના અન્ય સોલરપાર્કની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાં કૂરનૂલ અલ્ટ્રા મેગા સોલર પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. તેની ક્ષમતા 1,000 મેગાવોટની છે. ડેટોંગ સોલર પાવર પ્રોજેક્ટ ચીનમાં આવેલો છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં એનપી કૂતના અલ્ટ્રા પાવર પ્લાન્ટ છે જે 900 મેગાવોટ વીજળી ઉતપન્ન કરી શકે છે. આ તમામમાં સોલર એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે. કચ્છના ખાવડા ખાતેનો પ્લાન્ટ 30 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે તેથી તેને વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ગણવામાં આવી રહયો છે.