New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/27101340/1-12.jpg)
કચ્છ જિલ્લાના ભુજમાંથી લાખોની કિંમતના ગોળનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર મામલે અખાદ્ય ગોળનો જથ્થો હોવાની આશંકા સાથે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ભુજમાં આવેલ જથ્થાબંધ બજારમાંથી રૂપિયા 4 લાખની કિંમતના ગોળનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં 13000 જેટલા કિલો ગોળનો જથ્થો મળી આવ્યો હતો. જોકે મળી આવેલ ગોળનો જથ્થો અખાદ્ય હોવાની આશંકા સાથે તેના કોઈ પણ આધાર પુરાવા મળી આવ્યા ન હતા, ત્યારે સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સહિત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Latest Stories