કરછ: રાત્રિ કરફ્યુના કારણે એસટી વિભાગે 75 રૂટ કર્યા બંધ, મુસાફરોને હાલાકી

New Update
કરછ: રાત્રિ કરફ્યુના કારણે એસટી વિભાગે 75 રૂટ કર્યા બંધ, મુસાફરોને હાલાકી

કોરોનના કહેરને અટકાવવા ભુજ અને ગાંધીધામ શહેરમાં રાત્રિ કરફ્યુ અમલી બનાવવામાં આવતા એસટી ના પરિવહન પર અસર પડી છે. એસટી વિભાગ દ્વારા 75 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે.

કચ્છમાં કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે જેના કારણે ભુજ અને ગાંધીધામ શહેરમાં રાત્રી કરફ્યુ અમલી બનાવાયો છે. જોકે તેની અસર એસટીના પરિવહન પર પણ પડી છે. ભુજ એસટી વિભાગ દ્વારા અગાઉ 355 રૂટનું સંચાલન કરવામાં આવતું હતું જોકે રાત્રી કરફ્યુના કારણે 75 રૂટ બંધ કરવામાં આવ્યા છે.

ભુજ અને ગાંધીધામ શહેર વિસ્તારમાં 8 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનું રાત્રી કરફ્યુ છે જેના કારણે રાતની બસો બંધ કરાઈ છે તો અમુક ડાયવર્ટ કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ, સુરત, વડોદરા ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોને સાંકળતી બસો બંધ કરવામાં આવી છે. જોકે લોકલ રૂટ બાબતે હજી પણ લોકોમાં અસમંજસતા જોવા મળી રહી છે.

Latest Stories